Saturday, October 10, 2026
HomeGujaratમોરબીમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન અને GIS સર્વે શરૂ

મોરબીમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન અને GIS સર્વે શરૂ

શહેરની મિલકતો અને જાહેર સુવિધાઓની ડિજિટલ માહિતી એકત્ર કરાશે: મહાનગરપાલિકાની નાગરિકોને સહકાર આપવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સુઆયોજિત વિકાસ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ડ્રોન અને GIS ટેક્નોલોજીના માધ્યમથી શહેરની મિલકતો, જાહેર સુવિધાઓ અને શહેરી સંપત્તિઓનો સર્વે કરી ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે. મહાનગરપાલિકાએ નાગરિકોને અધિકૃત સર્વે કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરી છે.

મોરબી શહેરના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના શહેરી આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે Amnex Infotechnologies Pvt. Ltd.ની નિમણૂક કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત કામગીરી દ્વારા શહેરની વર્તમાન પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓની ચોક્કસ ડિજિટલ માહિતી એકત્ર કરવામાં આવશે. આ માહિતીના આધારે ભવિષ્યમાં શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ડેટાબેઝ તૈયાર કરાશે.

સર્વે કામગીરી દરમિયાન કંપનીના અધિકૃત કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જશે. તેમની પાસે કંપનીનું ઓળખપત્ર (ID કાર્ડ) હશે. જરૂરિયાત મુજબ મિલકત સંબંધિત સામાન્ય માહિતી પણ માંગવામાં આવી શકે છે. મહાનગરપાલિકાએ નાગરિકોને સાચી અને જરૂરી માહિતી પૂરી પાડવા તેમજ સર્વે ટીમને સહકાર આપવા અપીલ કરી છે. કોઈ કર્મચારી અંગે શંકા હોય તો તેનું અધિકૃત ઓળખપત્ર ચકાસી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!