Saturday, January 18, 2025
HomeGujaratઆઈશર હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

આઈશર હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

હળવદ તાલુકાના શીવનગર જેટકો સબસ્ટેશન નજીક રોડ પર બેફામ સ્પીડે આવતા આઇશરે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું છે. આ અંગે અજાણ્યા આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદ તાલુકાના શીવનગર જેટકો સબસ્ટેશન નજીક રોડ સુસવાવ ગામ તરફથી બેફામ સ્પીડે આવતા આઇશર ગાડી રજી નં.GJ-36-T-9717ના ચાલક આરોપીએ બાઇક ર.જી.નં.GJ-36-H-8680 ને હડફેટે લીધી હતી જેમાં શીવમ નાગજીભાઇ મોરી (ઉ.વ.૨૦) ને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેઓનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે અજાણ્યા આઇસર ચાલક સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!