મળતી માહિતી મુજબ ગઈકાલે તા.09નાં રાત્રિ નાં આશરે 10 વાગ્યે માળીયા (મિ.) ને.હા.રોડ ઉપર ઓનેસટ હોટલ ની સામે હાઈવે રોડ ઉપર એક આઈસર વાહન ચાલકે અજાણ્યા પુરુષને હડફેટે લેતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ માળીયા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેનુ કોઈ વાલી વારસ ના હોઈ તેનું પી.એમ. માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાવી તેમની ડેડબોડી ને માળીયા સરકારી હોસ્પિટલ ખાતે રખાવેલ છે.ઉપરોક્ત ફોટા વાળા વ્યક્તિને કોઈ ઓળખતા હોય તો માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ફોન નં.02829 266733 જી.મોરબી નો તેમજ તપાસ કરનાર પો.હેડ કોન્સ. વસંતભાઈ વધેરા ના મો.નં.9978762535 ઉપર જાણ કરવા વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે આ અજાણ્યા પુરુષ (ઉ.વ.આશરે ૪૫) જેના જમણા હાથ ના પોચા ઉપર ૐ ત્રોફાવેલ છે. પોપટી કલર નો શર્ટ તથા બલ્યુ પેન્ટ ને માથે પીળા કલર નું બ્લૂ પટા વાળું જેકેટ પહેરેલ છે. તેના પેન્ટ ખિસ્સા માંથી મુન્દ્રા-ગોધરા ની એસ.ટી.બસ ની ટીકીટ મળેલ છે.
જો આ વ્યક્તિની કોઈ માહિતી મળે તો માળીયા મી. પોલીસમથક ના ફોન ન.02829 266733 નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.