એક જ પરીવારના ઉમેદવારો લડી રહ્યા છે ચુંટણી
હળવદ તાલુકા પંચાયત ચુટણીમા હવે પ્રચાર આખરી ઓપમા છે 20 બેઠકો પર જંગે ચડેલ ઉમેદવાર પોતાની જીત માટે પ્રચંડ તાકાત લગાવી રહ્યા છે ત્યારે રાણેકપર સીટ પર જામ્યો છે ચુટણીનો જંગ
હળવદ તાલુકા પંચાયતમા આવતી રાણેકપર સીટ પર ભાજપ અને કોંગ્રેસ માથી એજ પરીવારના ઉમેદવારો ચુટણી લડી રહ્યાસે બંન્ને ઉમેદવારો જીત માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. રાણેકપર,મેરુપર,માનસર,સીરોઇમાં મતોનુ સમીકર બનાવી રહ્યા છે ગત ટર્મમા રાણેકપર સીટ કોંગ્રેસને ફાળે ગઇ હતી તો આ વખતે કોના ફાળે જશે એતો મતદારો જ નક્કી કરશે ભાજપ ઉમેદવાર અનીલભાઇ હેમુભાઇ બાબરીયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામભાઇ પ્રભુભાઇ બાબરીયા પોતાને વિજય બનાવે તેવી મતદારોને અપીલ કરી રહ્યા છે.