Thursday, April 30, 2026
HomeGujaratમોરબીમાં સિમ્પોલો કારખાનામાં ફોર્કલિફ્ટ નીચે દબાઈ જતા કર્મચારીનું સારવારમાં મોત

મોરબીમાં સિમ્પોલો કારખાનામાં ફોર્કલિફ્ટ નીચે દબાઈ જતા કર્મચારીનું સારવારમાં મોત

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી સિમ્પોલો સિરામિક કંપનીમાં કામ દરમિયાન ફોર્કલિફ્ટ મશીન પલ્ટી જતા વેરહાઉસ ઇન્ચાર્જ તરિજે ફરજ બજાવતા કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઉઓર આવેલ સિમ્પોલો સીરામીકમાં રહેતા મૂળ નાગલા કાશી ઉત્તર પ્રદેશના રહેવાસી ઘનશ્યામ મદનમોહન ઉવ.૨૩ કે જે કંપનીમાં વેરહાઉસ ઈન્ચાર્જ તરીકે કામ કરતા હતા. ગત તા. ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ કારખાનામાં ટાઈલ્સ ઉપાડવાના ફોર્કલિફ્ટ મશીન સાથે કામ કરતા હતા ત્યારે અચાનક મશીન પલ્ટી મારી જતા તેઓ તેના નીચે દબાઈ ગયા હતા, જેના કારણે કમરથી નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તા. ૧૨ એપ્રિલે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!