હળવદ તાલુકાના ગોલસણ ગામની સીમમાં ખેતરમાં પાણી વાળતી વખતે વીજ કરંટ લાગતા ૨૭ વર્ષીય ખેતમજૂરનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ગોલસણ ગામની સીમમાં આવેલી વાડીમાં કામ કરતા નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ કોળી ઉવ.૨૭ મૂળ પલાસવા તા.રાપર જી.કચ્છ વાળા ગઈકાલ તા.૦૬/૦૫ના રોજ મગફળીના વાવેતરમાં પાણી વાળી રહ્યા હતા. દરમિયાન તેઓ ઝટકાના વાયર ઉપર પડી જતા વીજશોક લાગ્યો હતો, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





