Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં મેમરી કાર્ડ વેચાતું લેવા જેવી સામાન્ય બાબતે આધેડ પર જીવલેણ હુમલો

મોરબીમાં મેમરી કાર્ડ વેચાતું લેવા જેવી સામાન્ય બાબતે આધેડ પર જીવલેણ હુમલો

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કુબેર ટોકીઝ પાછળ આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા શારદાબેન ગોગનભાઈ વાઘેલાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રસિકભાઈ દેવશીભાઈ ચારોલીયાએ ફરિયાદી શારદાબેનના પતિ ગોગનભાઈને મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેલ જેથી ગોગનભાઈએ નાં પાડેલ હોય જેનો ખાર રાખી આરોપી રસિકભાઈ દેવસીભાઈ ચારોલીયા, હરેશભાઈ ઉર્ફે ઉગો દેવસીભાઈ ચારોલીયા, મુકેશભાઈ રસિકભાઈ અને સુરેશભાઈ કિશોરભાઈએ છકડો રીક્ષામાં ફરિયાદી શારદાબેનના ઘર પાસે જઈ મારી નાખવાના ઈરાદે હુમલો કરી લોખંડના પાઈપ તથા એન્ગલથી માર મારી ફરિયાદીના પતિ ગોગનભાઈને જમણા પગમાં, જમણા હાથમાં ફેકચર તેમજ માથામાં હેમરેજની ઈજા કરી મૂઢ માર માર્યો હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!