મોરબીના વાઘપરા ખાતે રજીસ્ટર મેરેજ બાદ દીકરીના છૂટાછેડા ની વાત કરવા ગાયેલ દીકરીના પિતા સહિતનાઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર માળિયાના જુના ઘાટીલા ખાતે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડાની પુત્રીને ભગાડી જઇ આરોપી અમ્રુતભાઇ પરમારના પુત્ર ધીરેન રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. જે પસંદ ન પડતા કેશવજીભાઇ સહિતનાઓએ આરોપીના ઘરે પોતાની દિકરી મીનાના છુટાછેડા કરાવી પરત સોંપવા જણાવ્યું હતું.આથી વાઘપરા શેરી નં-૮ મા રહેતા આરોપી અમ્રુતભાઇના ઘરે જઇ મીનાના પિતાએ વાત મુકતા અમ્રુતભાઇ પરમાર, તેની પત્ની તેનો મોટો દિકરો,અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના નાના ભાઇ સહિતનાઓએ એક સંપ કરી કેશવજીભાઈ તથા સાહેદોને મકાનની બહાર કાઢી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા. આ મામલે કેશવજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.