વાંકાનેર : મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ ટીડાભાઇ દંતેસરીયા (ઉ.વ.૩૯, ધંધો-મજુરી, રહે.રાજગઢ, તા.વાંકાનેર) એ આરોપીઓ દયાભાઇ જીવણભાઇ અઘેરા, મયાભાઇ જીવણભાઇ અઘેરા, રોહીત ભુપતભાઇ અઘેરા, ચોથાભાઇ જીવણભાઇ અઘેરા, શિલ્પાબેન રોહીતભાઇ અઘેરા, કમીબેન જીવણભાઇ અઘેરા, હકુબેન દયાભાઇ અઘેરા, આશાબેન ચોથાભાઇ અઘેરા (રહે.બધા રાજગઢ. તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૧ ના રોજ રાત્રિના આઠ સવા આઠ વાગ્યાના અરસામાં રાજગઢ ગામ ફરીયાદીના મકાન પાસે ફરીયાદીના ભાઇ ધર્મેશને અગાઉ એક આરોપી મહિલા સાથે પ્રેમસબંધ હોવાના આક્ષેપ હોઇ તેનું મનદુઃખ રાખી આરોપીઓ એકઠા થઇ ફરીયાદી તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઇજા કરી હતી.
સામાપક્ષે હકુબેન દયાભાઇ અઘારા (ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રહે.રાજગઢ, તા.વાંકાનેર) એ આરોપીઓ ધર્મેશભાઇ ટીડાભાઇ, લાલજીભાઇ અભાભાઇ, મુના ઉર્ફે રમેશ ટીડાભાઇ, ટીડાભાઇ અભાભાઇ, જલ્પાબેન રમેશભાઇ, હીનાબેન રસીકભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જેનુ ઘરમેળે સમાધાન થયેલ હોય તેમ છતાં અગાઉ થયેલ બોલાચાલી ઝગડાનું મનદુખ રાખી આરોપીઓએ ધારીયુ તથા ધોકાઓ વડે ફરીયાદી તથા સાહેદોને આડેધડ માર મારી ફરીયાદીને ફેકચર ઇજા કરી તથા અન્ય સાહેદોને ઇજા તેમજ મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.