Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયેલ પોલીસ જવાન સામે ગુન્હો...

મોરબીમાં જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયેલ પોલીસ જવાન સામે ગુન્હો દાખલ

મોરબી જીલ્લા પોલીસમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા એક જવાને છેલ્લા લાંબા સમયથી કોઈ જાણ કર્યા વિના જ નોકરીએ નહી જઈ, પાઠવેલી અનેક નોટીસનો કોઈ જવાબ નહી આપતા પોલીસ દ્વારા તેની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા ફતેસંગ તખતસંગ ગઢવી નામના આર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ષ ૨૦૧૭થી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના જ નોકરી પર હાજર થયા નથી. પોલીસ જવાન દ્વારા રજા રીપોર્ટ કે કોઈ આધાર પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત જીલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મીના સરનામે અનેક વખત નોટીશ પણ પાઠવવામાં આવી છે. છતાં પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જેને લઈને મોરબી પોલીસ દ્વારા આરોપી પોલીસ કર્મી સામે જી.પી.એકટ કલમ-૧૪૫(૩) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી દ્વારા નોટીસનો જવાબ નહી આપી, લેખીતમાં કે મૌખીકમાં જાણ કર્યા વગર પોતાના મનસ્વી પણે પોતાની ફરજ પર ગેરહાજર રહેતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે સીટી બી ડીવીજન પીએસાઈ એમ.પી.સોનારાએ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!