મોરબી તાલુકાના પીપળી ગામેથી સાત બોટલ દારૂ સાથે નીકળેલ એક ઇસમ અને મોરબીની માળીયા વનળીયા સોસાયટીમાંથી પાંચ બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સ સહિત બે ઇસમને પોલીસે બાર બોટલ દારૂ સાથે પકડી પડ્યા હતા.
મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતીનગર સોસાયટી તરફ જવાના રસ્તે નાલા નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાથી મોરબી તાલુકા પોલીસે ભાણજીભાઇ વરવાભાઇ ડાભી (ઉ.વ.૩૩, ધંધો-ડ્રાઇવિંગ, રહે. મફતીયા પરા નવી પીપળી) નામના આ ઇસમને અટકાવી તેની તલાશી લીધી હતી જેમાં આરોપી પાસે રહેલા બાચકામાં મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કીની બોટલ નંગ-૦૭ કિં.રૂ.૨,૬૨૫નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે દારૂની બોટલો જપ્ત કરી આરોપી ભાણજી વિરુદ્ધ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના વધુ એક કેસની વિગત અનુસાર મોરબીની માળીયા વનળીયા સોસાયટીમાં આવેલ રામદેવપીરના મંદિર પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જયદિપભાઇ બેચરભાઇ ચાઉ (ઉ.વ.૩૫ રહે. સો ઓરડી વરીયાવનગર મોરબી)નામના ઇસમને મેક્ડોવેલ્સ નંબર-૧ સુપિરીયર ઓરીજન્લ વ્હિસ્કીની ૫ બોટલ કિં.રૂ.૧૮૭૫ સાથે ઝડપી લીધો હતો. જેને લઈને પોલિસે પ્રોહી. એકટની કલમ ૬૫,એ-ઇ, ૧૧૬-બી મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.