મોરબી નગરપાલિકાના ની ઘોરબેદરકારીના લીધે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે ત્યારે પોર્ટના કર્મચારીઓ દ્વારા આ મુશ્કેલીનો ત્વરિત નિકાલ કરવા માંગ કરાઈ છે
મોરબીના આજે વિશિપરા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં નજીકમાં જ નવલખી પોર્ટ ની કચેરી પણ આવેલી છે જેમાં નવલખી પોર્ટ કોલોનીમાં અંદર જવાનો રસ્તમાં ગટરના પાણી ભરાતા પોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે આ ગટરના ગંદા પાણીના લીધે સોસોયાટીમાં રહેતા લોકો અને ઓફિસ માં કામ કરતા કર્મચારીઓ મુશ્કેલી માં મુકાયા છે ત્યારે આ ગટરના ગંદા પાણીનો ત્વરિત નિકાલ કરવા સ્થાનિકો અને પોર્ટ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ છે જેમાં પોર્ટમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ સુબડ દ્વારા તેમજ કાર્યપાલક ઈજનેર જી એચ રામાનુજ દ્વારા લોકો અને પોર્ટના કર્મચારીઓ ને થતી હાલાકી ત્વરિત દૂર કરવા માંગ કરી છે.