Thursday, October 15, 2026
HomeGujaratટંકારાના ગજડી ગામે ખોટી વાતો ફેલાવ્યાના વહેમમાં ખેડૂત પર દાતરડાથી હુમલો

ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ફેલાવ્યાના વહેમમાં ખેડૂત પર દાતરડાથી હુમલો

મધરાતે બોલેરો લઈને આવેલા બે શખ્સોએ દાંતરડા અને લાકડીથી હુમલો કરતા ખેડૂત ઇજાગ્રસ્ત.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ગજડી ગામે ગામમાં ખોટી વાતો ફેલાવ્યાના વહેમમાં એક ખેડૂત પર દાતરડા અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્ત ખેડૂતને ડાબા પગમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ ટંકારા પોલીસે આરોપી બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ગજડી ગામે રવેચી માતાજીના મંદિર પાસે રહેતા ૪૨ વર્ષીય ખેડૂત રમેશભાઈ રવાભાઈ ડાંગરની ફરિયાદ મુજબ, હકાભાઈ છગનભાઈ જારિયા અને ભુવાભાઈ કોળી બન્ને રહે. ગજડી ગામ વાળાએ ગત તા.૧૪ ઓક્ટોબરની રાત્રીએ બોલેરો ગાડી લઈને તેમના ઘરે આવ્યા હતા અને ગામમાં સાચી-ખોટી વાતો ફેલાવતા હોવાના વહેમમાં બંનેએ ગાળો આપી રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં આરોપી હકાભાઈએ દાતરડાથી ડાબા પગમાં અને ભુવાભાઈએ લાકડીથી વાંસાના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બંને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત રમેશભાઈને ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડાબા પગમાં ચાર ટાંકા લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!