Monday, July 6, 2026
HomeGujaratમોરબીમાં આખરે મેઘમહેર, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ

મોરબીમાં આખરે મેઘમહેર, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે ઉકળાટ અને ગરમીના કારણે લોકો પરેશાન હતા. ત્યારે રવિવારે મોડી રાત્રે મોરબી શહેરમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મોરબી ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા લોકો આતુરતાપૂર્વક મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. વરસાદના આગમનથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!