બનાવની તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ ખાનપર ગામના અને હાલ મોરબીના રવાપર રોડ, સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ કરસનભાઈ ભેંસદડીયા નામના કારખાનેદારના રંગપર ગામની સીમમાં આવેલા વોટેરો સેનેટરીવેર નામના કારખાનામાં તૈયાર પડેલા વનપીસ પોખરા તેમજ ઓરિસ્સા પાન પોખરાના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગી હતી. માલ પેક કરવા માટે વપરાતા ઘાસને કારણે લાગેલી આગથી અંદાજે ૩૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી. વ્યાસે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે એફ.એસ.એલની ટીમની મદદ લેવાઈ રહી છે. જેની તપાસ બાદ આગનું કારણ બહાર આવશે. ઉક્ત બનાવી તપાસ તાલુકા પોલીસ મથકનાં એએસઆઈ આર. બી.વ્યાસ ચલાવી રહ્યા છે.