Monday, June 1, 2026
HomeGujaratમોરબીની અવની ચોકડીએ આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગી;ફાયર વિભાગે આગ પર કાબુ...

મોરબીની અવની ચોકડીએ આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગી;ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં આવેલા જલસા નામના ચાર માળના એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટના કિચન વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ કિચનમાં આવેલી ચીમનીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ તાત્કાલિક મોરબી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી.
ફાયર વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે આગના કારણે કિચનના સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!