મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલી લોટસ ૧૫૮ સોસાયટીમાં મીટર બોક્સમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.મેળવી લીધો હતો. ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ પર આવેલી લોટસ ૧૫૮ સોસાયટીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. સોસાયટીના એ-૩ એપાર્ટમેન્ટના મીટર બોક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે અંદાજે ૧૧.૫૦ વાગ્યે થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાય તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે મોટુ મિલકતનું નુકસાન નોંધાયું નથી.









