મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી જિલ્લા પોલીસ સહિત તેમના વિભાગ દ્વારા દિવસ રાત કામગીરી કરી ને વાવાઝોડા માં કોઈ જાન હાની ન થાય તે માટે તૈયારીઓ કરી હતી અને તે મહદ અંશે સફળ પણ રહી હતી પરંતુ આજે મોડી સાંજે મોરબી જિલ્લામાં વાવાઝોડા ના કારણે પ્રથમ મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
જેની વિગત અનુસાર મૂળ નાની વાવડી ના રહેવાસી મૃતક મહિલા રાજેશ્રુબેન અશોકભાઈ નામની મહિલા પોતાના પતિ સાથે માળીયા મી.નજીક આવેલ ઓનેસ્ટ્ટ હોટેલ પર નાસતો કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ભારે પવન ના કારણે પતરૂ નાસતો કરી રહેલા પતી પત્ની પર પડ્યું હતું જેમાંથી મૃતક મહિલાના પતી નો બચાવ થયો હતો પરંતુ મહિલા રાજેશ્રી બેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઇમરજન્સી ૧૦૮ ના પાયલોટ દાઉદ ભાઈ અઘામ ને કોલ મળતા તુરત ડો.દીપેશ ભાઈ સહિતની ટીન ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત મહિલા ને માળીયા મી. સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલા નુ પ્રાથમિક સારવાર દરિમયાન મોત નિપજ્યું હતું