મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગેંડા સર્કલ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૨,૬૫૦/-સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગેંડા સર્કલ નજીક જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા મહમદભાઈ ફરહાનભાઈ પીલુડીયા રહે. વીશીપરા બિલાલી મસ્જિદ પાછળ મોરબી, હસનભાઈ હનીફભાઈ કુરેશી રહે. સિરામિક સીટી પાસે લાલપર રોડ મોરબી, અહેમદભાઈ દાઉદભાઈ હોકાવાડા રહે. વીશીપરા મદીના સોસાયટી મોરબી, દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી તથા શાહરૂખભાઈ હનીફભાઈ ચાનિયા રહે. સો ઓરડી વરીયા મંદિર પાછળ મોરબી વાળાને રોકડા રૂ.૨,૬૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






