માળીયા(મી) પોલીસને બાતમી મળતાં જુના ઘાટીલા ગામના શક્તિ પ્લોટ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આશીષભાઈ દેવજીભાઈ અગેચાણીયા ઉવ.૨૪, જીગ્નેશકુમાર બળદેવભાઈ વીડજા ઉવ.૩૫, રમેશભાઈ બાબુભાઈ ભોજીયા ઉવ.૫૮, જયેશભાઈ ઉર્ફે જીગો લક્ષ્મણભાઈ ચાવડા ઉવ.૨૫ અને અબ્દુલકાદીર ઈબ્રાહીમભાઈ ચાનીયા ઉવ.૨૨ તમામ રહે.જુના ઘાટીલા તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ.૧૮,૫૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે રણછોડભાઈ પરષોતમભાઈ સનુરા રહે. જુના ઘાટીલા વાળો પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






