પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી મોરબીના મચ્છીપીઠ ઇદગાહના ગ્રાઉન્ડમાં જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રમજાનભાઈ કરીમભાઈ ભટ્ટી, ઈર્શાદભાઈ ઇકબાલભાઈ તરૈયા, અનવરભાઈ અલીમામદભાઈ સૈયદ, હર્ષદભાઈ ઉર્ફે દિનેશભાઈ આંજળકા અને રોહિત ઉર્ફે કાનો નગીનભાઈ રાચ્છને રોકડ રકમ રૂ.૧૪,૭૫૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.