Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં સ્મશાન પાસે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં સ્મશાન પાસે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તે રીતે વિવિધ સ્થળે જુગારની રેડ દરમિયાન પત્તાપ્રેમીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જે પોલીસની રેડના આંકડાઓ પરથી પણ જાણી શકાય છે. ત્યારે ગઈકાલે મોરબીમાં ધોળેશ્વર રોડ સ્મશાન પાસે રેડ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાતના સમયે મોરબી સીટી બી ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, 5 જેટલા લોકો ધોળેશ્વર રોડ સ્મશાન પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે, જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા મહેશ વિનોદરાય મહેતા, જુસબ હૈદરભાઇ કટીયા, અબ્દુલરહેમાન ઉર્ફે અદ્રેમાન નુરમામદ હાલા, જુમા હબીબભાઇ મોવર અને શૈલેષપરી ઘનશ્યામપરી ગોસાઇ એમ કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને તમામ પાસેથી કુલ રોકડા રૂ.૨૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરાવામાં આવ્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!