મોરબી તાલુકાના ખેવારીયા ખાતે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ખેવારીયા બાપા સીતારામની મઢુલી પાછળ જાહેરમાં જુગારધામ ધમધમતુ હોવાની પોલીસને બાતમી મળી હતી જેને પગલે પોલીસે રેઇડ પડી હતી જ્યાં જુગાર રમતા પ્રવિણસિંહ બાબુભા જાડેજા, હંસરાજભાઇ મનજીભાઇ જીવાણી, સુરેશભાઇ મુળજીભાઇ સેરશીયા, નારણભાઇ લાખાભાઇ સુશરા, મનજીભાઇ કાનજીભાઇ સધરાકીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો પાસેથી રોકડા રૂ.૩૦૧૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






