Friday, August 14, 2026
HomeGujaratકચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૪ અબોલ જીવોને બચાવી લેવાયા

કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૪ અબોલ જીવોને બચાવી લેવાયા

સતત ત્રણ દિવસ ગૌરક્ષકોની સરાહનીય કાર્યવાહી: બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા ભેંસ-પાડાને છોડાવી બે શખ્સ સામે કાર્યવાહી.

- Advertisement -
- Advertisement -

મોરબી ગૌરક્ષકો દ્વારા સતત ત્રીજા દિવસે અબોલ જીવોને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાં આજરોજ કચ્છ તરફથી માળિયા થઈ અમદાવાદ કતલખાને લઈ જવાતા ચાર અબોલ પશુઓને મોરબી ગૌરક્ષક ટીમ અને પોલીસની સંયુક્ત કામગીરીમાં અણિયાળી ચોકડી નજીકથી બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસે બોલેરો પીકઅપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, તા.૧૩ ઓગસ્ટના વહેલી સવારે કચ્છ તરફથી એક બોલેરો પીકઅપમાં પશુઓને ભરી માળિયા થઈ અમદાવાદ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા મોરબી ગૌરક્ષક ટીમ સહિતના કાર્યકરોએ માળિયા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન જીજે-૧૨-સીટી-૮૩૯૯ નંબરની શંકાસ્પદ બોલેરો પીકઅપ પસાર થતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોની સંયુક્ત ટીમે અણિયાળી ચોકડી નજીક વાહન અટકાવી તપાસ કરતા તેમાં ચાર પશુઓ મળી આવ્યા હતા.

પશુઓને કોઈ પાસ-પરમિટ, ઘાસ કે પાણીની સુવિધા વગર ક્રૂરતાપૂર્વક અને હલનચલન ન થઈ શકે તેવી સ્થિતિમાં બાંધીને લઈ જવાતા હતા. પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછમાં પશુઓ કચ્છ તરફથી ભરી અમદાવાદ કતલખાને લઈ જવાતા હોવાની કબુલાત આપી હતી. હાલ પોલીસે બોલેરો પીકઅપ કબ્જે કરી ડ્રાઈવર સહિત બે શખ્સને મોરબી તાલુકા પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક ટીમો તેમજ મોરબી તાલુકા પોલીસનો સહયોગ રહ્યો હતો તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!