Sunday, May 5, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી તાલુકાનાં બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તુલશી પેટ્રોલપંપની બાજુમાં તુલશી કોમ્પલેક્ષ ભક્તિ રોડલાઇન્સ લખેલ દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરાની શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો કરી ત્યાંથી જુગાર રમતાં દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરા, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી, ક્રિપાલભાઇ ગંભીરદાન બારહટ, કાસીફભાઇ મહમદગુલાબ શેખ અને કરશનભાઇ લાલાભાઇ મુંધવાને કુલ રૂ. ૬૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પો.સ.ઇ. ડી.વી.ડાંગર, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસખુભાઇ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદીપભાઇ પટેલ, ફતેસંગ પરમાર, રવિરાજસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!