ટંકારા પંથકમાથી થયેલ મંદિર ચોરીના મુદ્દામાલ મળી કુલ ૧,૪૪,૦૦૦ ની ચોરીની શક પડતી મીલકત સાથે પાંચ ઇસમો ને ટંકારા પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના ઘુનડા થી રસનાળ ગામ તરફ જવાના રસ્તે સાંઘાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈના મંદિર પાસે આવતા કુલ પાંચ ઇસમો શંકાસ્પદ હાલતમા નીકળતા પોલીસ ઝપટે ચડ્યા હતા. જેને લઈને પોલીસે આ તમામની તલાશી લેતા તમામના કબ્જામાંથી રોકડ રૂપીયા ૨૧૦૦૦, સોનાનો રૂપીયા ૯૪૦૦૦, ચાંદીનો ઢાળ વજન જેની કિંમત ૨૯૦૦૦ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.પોલીસે આ તમામ આરોપી ભુરસિંહ ડાવર (ઉ.વ.૩૦ રહે.રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી તા.જોડીયા જી.જામનગર મુળ રહે.એમ.પી), જ્ઞાનસિહ સંપુ માવી (ઉ.વ.૪ર રહે.રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી તા. જોડીયા જી. જામનગર મુળ રહે એમ.પી), જુવાનસિહ ડામોર (ઉ.વ. ૨૧ રસનાલ પ્રાગજીભાઈ પટેલ), માંજરીયા જ્ઞાનસિહ માવી (ઉ.વ.૨૨ રહે.પીઠડ નિરૂભા જાડેજાની વાડી તા.જોડીયા જી.જામનગર મૂળ એમ.પી) અને કાંટુ ઉર્ફે કાનો ગુમાનભાઈ પસાયા (ઉ.વ.૩૧ રહે રસનાલ અમરશીભાઈ પટેલની વાડી તા.જોડીયા જી.જામનગર મૂળ એમપી)ને ઝડપી લીધા હતા. સીઆરપીસી.૪૧ (ડી) મુજબ પોલીસે તમામની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.