મોરબીમાં રહેતા અને રેડિયો કલાકાર તરીકે વર્ષોથી કામ કરતા એવા મૂળ વાંકાનેર નજીક ગારીડા ગામના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં રહેતા રાજગોર બ્રાહ્મણ કાનજીભાઈ દ્વારા ઘણા વર્ષોથી લોકડાયરાના કાર્યક્રમો આપવામાં આવે છે. દરમિયાનમાં ગત વર્ષ કોરોનાનું હોય અને સરકાર દ્વારા યેનકેન રીતે લોકોમાં કોરોના બાબતે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવતા હતા.જેથી કરીને મોરબીના જિલ્લા માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક ઘનશ્યામભાઈ પેડવાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના જુદાજુદા ત્રણ ગામડાઓમાં જઇને સરકાર દ્વારા કઇ રીતે કોરોનાની મહામારી સામે રક્ષિત રહેવું..? કઈ રીતે સ્વચ્છતા કેળવી..? અને કઈ રીતે કોરોનાને મહાત આપવી..? તે અંગેના લોકડાયરા સરકારી ગાઇડલાઇનમાં રહીને કોરોના સમય દરમ્યાનમાં કાનજીભાઈ દ્વારા યોજવામાં આવેલ. જે તે ગ્રામ્ય વિસ્તારમાં ગામઠી ભાષામાં લોકો સમજી શકે તે રીતે આ લોકડાયરાના કાર્યક્રમો યોજવામાં આવેલ અને જે તે ગામની ગ્રામ પંચાયતો અને ત્યાંનાં સરપંચો દ્વારા આવા સારા કાર્યક્રમો યોજવા બદલ રાજ્ય સરકાર તેમજ કાનજીભાઈ રાજગોરનો પણ આભાર માન્યો હતો.