Sunday, May 5, 2024
HomeGujaratટંકારા તાલુકાના ત્રણ ગામોના 3000 જેટલા અબોલ પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા...

ટંકારા તાલુકાના ત્રણ ગામોના 3000 જેટલા અબોલ પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ કાર્યપાલકને ઇજનેરને કરી રજુઆત

મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાએ ટંકારા તાલુકાના ટોળ, અમરાપર અને કોઠારીયા ગામના આશરે ત્રણેક હજાર પાલતું પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા મોરબી સેવા સદનમાં કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયાએ જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના ઉપરોક્ત ત્રણ ગામોમાં કે આસપાસ પશુઓને પીવાના પાણીના સ્ત્રોત નથી. આ સમસ્યાના નિવારણ હેતુ મચ્છુ ૧ ડેમમાંથી કેનાલ મારફત ટોળ ગામના તળાવને ભરી કાયમી ધોરણે પાણી વિના તળવળતા અબોલ જીવની તરસ છીપાવવી જોઈએ એવી માંગણી ત્રણેય ગામોમાં વસતા પશુપાલકો વતી કરવામાં આવી છે. ઉપરોક્ત રજુઆતને મોરબી કલેકટર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટના સંસદ સભ્ય, ગાંધીનગર સ્થિત પાણી પુરવઠા મંત્રી, ટંકારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ પહોંચાડવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!