મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ SMA-1ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. 16 કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની મદદ માટે દેશભરમાંથી લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક લોકો પણ આગળ આવ્યા છે અને યથાશક્તિ મુજબ આર્થિક યોગદાન આપ્યું છે. ખાસ કરીને રાજપૂત કરણી સેનાએ આ માટે મુહિમ શરૂ કરી છે.
મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મોરબીના તમામ સમાજને સાથે રાખીને ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દાન એકત્ર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત કરણી સેના તમામ સમાજ સાથે મીટીંગ કરી સંકલન સાધીને મદદ માટે આગળ આવવાની હાકલ કરી છે.તેમજ ફાળો ઉઘરાવીને મોટું ભંડોળ જમા કરવામાં આવશે.આ બાળકને મદદરૂપ થવા માટે અંદાજે રૂ.44 લાખથી વધુ નો ફાળો રકમ એકત્ર કરવામાં આવ્યો છે.આ ફાળો બાદમાં ગુજરાત રાજપૂત કરણી સેનાના હોદેદારોના માર્ગદર્શન મુજબ એ રકમ બાળકને ડોનેટ કરવામાં આવશે