Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં ભુસાની આડમાં લવાતો વિદેશી દારૂ: 1020 બોટલ સાથે એક ઝડપાયો

મોરબીમાં ભુસાની આડમાં લવાતો વિદેશી દારૂ: 1020 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબીએ ટીંબડીના પાટિયા પાસે માલવાહક ગાડીમાં ભુસુ ભરેલી પ્લાસ્ટિકની કોથળીની આડમાં છુપાવેલ રૂ. ૩.૮૨ લાખની કિંમતનો ૧૦૨૦ બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર પોલીસે બાતમીના આધારે હળવદ તરફથી ટીંબડી પાટીયા બાજુ એક દુધીયા કલરની દોસ્ત(મોડેલ)તરીકે ઓળખાતી નાની માલવાહક ગાડી નંબર GJ-18-AV-6223 વાળી આવનાર છે. જેમાં ભુસુ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકીકત આધારે ટીંબડી પાટીયાથી આગળ આવેલ રામ કોમ્પલેક્ષ, ન્યુ પરમેશ્વર વે બ્રિજ પાસે રોડ પર વોચ ગોઠવી રેઇડ કરતા દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૧૦૨૦/- કી.રૂ. ૩,૮૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૩૭,૫૦૦/-ના મુદામાલ સાથે વિકાસ રીડમલરામ ગોદરાબિશ્નોઇ રાજસ્થાનગરવાળાને પકડી પાડ્યો છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, ચંદુભાઇ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, ચન્દ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા તથા કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!