Monday, July 20, 2026
HomeGujaratહળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસે ૩૨.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસે ૩૨.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બોર્ડર રેન્જ ટીમની કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની ૯,૪૫૬ બોટલો મળી, ચાલક ઝડપાયો, સપ્લાયર સહિત બે વોન્ટેડ.

- Advertisement -
- Advertisement -

હળવદ-માળીયા હાઈવે પર કવાડીયા ચેકપોસ્ટ નજીક બોર્ડર રેન્જની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી રૂ.૩૨.૮૪ લાખના વિદેશી દારૂ સહિત કુલ રૂ.૫૨.૮૯ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હરિયાણાથી માળીયા તરફ જઈ રહેલા વિદેશી દારૂના જથ્થાને ટ્રક સાથે કબજે કરી ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મોકલાવનારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી સામે બોર્ડર રેન્જ પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. જેમાં હળવદ-માળીયા હાઈવે રોડ પર આવેલા કવાડીયા ચેકપોસ્ટ નજીક બોર્ડર રેન્જના પીએસઆઈ ડી.સી. ઠાકોર અને તેમની ટીમે વોચ દરમિયાન શંકાસ્પદ હરિયાણા પાસિંગ આઈશર ટ્રક નંબર એચઆર-૩૮-એઈ-૦૨૦૧ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડ અને સાઈઝની વિદેશી દારૂની કુલ ૯,૪૫૬ બોટલો કિ.રૂ.૩૨,૮૪,૨૬૮/-મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક કિ.રૂ.૨૦ લાખ, મોબાઇલ કિ.રૂ.૫ હજાર સહિત કુલ રૂ.૫૨,૮૯,૨૬૮/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સાથે પોલીસે ટ્રકના ચાલક આરોપી અરબાજ રહીશ મેવ ઉવ.૨૨ રહે. રવા તા. ફિરોજપુર જીરકા જી.નૂહ હરિયાણા વાળાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન ચાલકે જણાવ્યું હતું કે ટ્રક તેને આશીફ મો.૯૦૫૦૯૭૭૬૮૬ નામના વ્યક્તિએ સોંપ્યો હતો અને શર્માજી મો. ૭૩૬૧૮૯૮૮૪૧નામના વ્યક્તિની સૂચના મુજબ માળીયા ભીમસર ચોકડી સુધી પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. હાલ બંને શખ્સોએ દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવી મોકલાવ્યો હોવાનું સામે આવતા તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ વિદેશી દારૂનો આ જથ્થો હરિયાણાથી માળીયા તરફ લાવવામાં આવી રહ્યો હતો અને તેની પાછળ મોરબી કે માળીયા વિસ્તારના કોઈ સ્થાનિક વ્યક્તિની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!