Monday, June 22, 2026
HomeGujaratવાંકાનેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી: ટ્રકના ચોરખાનામાંથી ૫૫.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વાંકાનેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી: ટ્રકના ચોરખાનામાંથી ૫૫.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વઘાસીયા ટોલનાકા પાસે હાઈવે પર કાર્યવાહી: કુલ રૂ.૮૦.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના સપ્લાયર સહિત બે આરોપી વોન્ટેડ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં નેશનલ હાઈવે નં.૨૭ ઉપર એક કન્ટેનર ટ્રકમાંથી ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂની ૨૮,૯૧૨ નંગ બોટલ કિ.રૂ.૫૫.૭૪ લાખ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કુલ રૂ.૮૦.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે સપ્લાયર અને સ્થાનિક રિસીવર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન એસએમસી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા નજીક ગાયત્રી ચેમ્બર સામે નેશનલ હાઈવે નં.૨૭ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનર નંબર એનએલ-૦૧-એસી-૨૧૧૮ ની તલાસી લેતા, તેમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૮,૯૧૨ બોટલો કિ.રૂ.૫૫,૭૪,૫૨૮/-મળી આવી હતી. બુટલેગરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે દારૂનો જથ્થો ખાસ રીતે ટ્રકના ચોરખાનામાં સંતાડી રાખ્યો હતો.

એસએમસીની ટીમે દારૂ ઉપરાંત રૂ.૨૫ લાખ કિંમતનું કન્ટેનર વાહન, રૂ.૧૦,૫૦૦/-ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ.૧,૦૭૦/- રોકડ રકમ પણ કબજે કરી હતી. આમ કુલ રૂ.૮૦,૮૬,૦૯૮/- નો મુદ્દામાલ સાથે ટ્રક કન્ટેઇનર ચાલક આરોપી અચલારામ રાજુરામ જાટ રહે. ધીરાસર તા.ચોહટન જી. બાડમેર રાજસ્થાન વાળાની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના સીકરથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. દારૂના સપ્લાયર આરોપી મનીષ શર્મા તેમજ મોરબીમાં જથ્થો સ્વીકારનાર શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક આરોપી સહિત ત્રણ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!