વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિનયગઢ ગામની કારી ધાર સીમમાં કૈલાસભાઈ પટેલની વાડી નજીક લાઈટના અજવાળામાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા જીતેશભાઈ જીવરાજભાઈ ધાડવી ઉવ.૩૦ રહે.વિનયગઢ તા.વાંકાનેર, ભુપતભાઈ માવજીભાઈ મકવાણા ઉવ.૪૨ રહે.વિનયગઢ તા.વાંકાનેર, રમેશભાઈ માવજીભાઈ ચૌહાણ ઉવ.૩૪ રહે.સરોડી તા.થાનગઢ સુરેન્દ્રનગર અને મહેશભાઈ ધમાભાઈ સારલા ઉવ.૨૪ રહે.રામપરા(થાન) તા.થાનગઢ સુરેન્દ્રનગર વાળાને રોકડા રૂ.૨૫,૧૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે પકડાયેલ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






