મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય એમ ગઈકાલે હળવદ દુર્ઘટનામાં ૧૨ લોકો મોતને ભેટ્યા હતા તથા જિલ્લામાં અન્ય ચાર અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે .
જેમાં સોભનાબેન નારાયણ ભાઈ દેથરીયા (ઉ ૧૫ રહે ઇન્દિરા નગર મોરબી-૨) નામની સગીરા એ પોતના ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકા ના ઘુંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા અનંતરાય પ્રેમશંકર જોષી(ઉ.૮૧) નામના વૃદ્ધ સવારે ૧૧ વાગ્યા આસપાસ પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેને પગલે તેઓને પ્રાથમિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ક્રાઇટ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં ત્યાંથી રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી હળવદ હાઇવે પર આદરણા ગામની સીમમાં આવેલ સોનેક્ષ સીરામીક માં મજૂરી કામ કરતા રામસ્વરૂપ આદિવાસી(રહે.સોનેક્ષ સીરામીક,મોરબી,મુ.રહે.ગાદોલા જાગીર,જી.સાગર,મધ્યપ્રદેશ)વાળાનો પુત્ર કરણ (ઉ.૦૫)બપોરના સમયે લેબર કવાર્ટર ના ઉપરના માળે રમતો હતો તે દરમિયાન અચાનક સીડી એ થી પડી જતા પ્રાથમિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેની મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધું તપાસ હાથ ધરી છે.
જ્યારે ચોથા બનાવમાં સીરામીક માં મજૂરી કામ કરતા દુર્ગાભાઈ શુકુલભાઈ મારંડી (ઉ.૩૧) ને છેલ્લા ત્રણ દિવસ થી તાવ આવતો હોય અને આચકી આવતી હોય જેથી તાવની દવા લઈને રાત્રે સુઇ ગયો હતો પરંતુ સવારે ઉઠ્યો ન હતો જેથી તેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવ ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.