Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ગામે મહિલા પર હુમલો કરનારા આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વાંકાનેરના વઘાસીયા ગામે મહિલા પર હુમલો કરનારા આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વાંકાનેર ના વઘાસિયા ગામે શ્રમિક મહિલા પર આઠ શખ્સોને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે .

- Advertisement -
- Advertisement -

વધુ વિગત મુજબ શ્રમિક મહિલા સીમાબેન દિનેશભાઇ ભાભર(ઉ.૩૫ ધંધો-મજુરી રહે.હાલ વઘાસીયા પાણીના પ્લાન્ટ પાસે ખેંગારસિંહ હઠીસિંહ ઝાલાની ઓરડીમા તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.ગામ-ધસઈ, કુમ્હારપાટ તા.સરદારપુર જી.ધાર,મધ્યપ્રદેશ) વાળા એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દીલીપભાઈ ઉર્ફે મેપાભાઈ કરશનભાઈ વાઢેર,કરશનભાઈ પુનાભાઈ વાઢેર, રમણીકભાઈ કરશનભાઈ વાઢેર, કલાભાઈ પુનાભાઈ વાઢેર, ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર, જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર, રાજેશભાઈ કલાભાઈ વાઢેર, ખેંગાર પુનાભાઈ વાઢેર રહે. બધા વધાસીયા તા.વાંકાનેર નામના આઠ શખ્સો મોટર સાઇકલ પર આવી લાકડી પાઈપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ફરિયાદી તેમજ અન્ય લોકોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .

જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!