મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોરબીના રાજપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ દેવશીભાઈ સનારીયા, પ્રવીણભાઈ પોપટભાઈ ઉધરેજા, કાંતિલાલ દયાળજીભાઈ ભટ્ટી, વિપુલભાઈ ઉર્ફે ભૂરો દિનેશભાઈ પરમાર એમ ચાર ઈસમોને રોકડ રકમ રૂ ૨૩,૧૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.