Sunday, January 19, 2025
HomeGujaratટંકારાના હડમતીયા ગામે ચકીબેન સહિત ચાર શખ્સોએ ચોરી કર્યાનું ખુલ્યું: ત્રણ ઝડપાયા,...

ટંકારાના હડમતીયા ગામે ચકીબેન સહિત ચાર શખ્સોએ ચોરી કર્યાનું ખુલ્યું: ત્રણ ઝડપાયા, એક આરોપી ફરાર

ગઈકાલે ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાથી થયેલ 81 હજારની ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ટંકારા પોલીસે ગણતરીની કલાકમાં દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમા બાબુભાઇ દુલાભાઇ મોહનીયા વાડીમા બનાવેલ રૂમમા સુતા હતા આ દરમિયાન અજાણ્યાં તસ્કરોએ રોકડ રકમ રૂપીયા -૮૧,૫૦૦ / -ની ચોરી કર્યાની બાબુભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અને ઉચ્ચ અધિકારીઓની સુચનાને પગલે ટંકારા પોલીસ આરોપીને ઝડપી લેવા કાર્યશીલ હતી તેવામાં શકમંદ ચકીબેન મુકેશભાઇ બલાભાઇ પરમાર રહે.ગામ તૈયાવણ તા.ધાનપુર જી.દાહોદની પુછપરછ કરતા પોતે તથા અન્ય ત્રણ ગુલાબભાઇ રામસીંગભાઇ બાંભણીયા, ગોરધનભાઇ હિમાભાઇ બાંભણીયા તથા રાજુભાઇ અલીસિંગ મંડોર રહે.સજોઇ તા.ધાનપુર જા.દાહોદ વાળાઓએ ભેગા મળી આ ચોરી કરેલાની કબૂલાત આપી હતી. આથી પોલીસે આરોપી ગુલાબભાઇ રામસીંગભાઇ બાંભણીયા,ગોરધનભાઇ હિમાભાઇ બાંભણીયા અને ચકીબેન મુકેશભાઇ બલાભાઇ પરમારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ફરાર આરોપી રાજુભાઇ અલીસિંગ મંડોરને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કામગીરી દરમિયાન પીઆઇ એન.એ.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ નાગજીભાઇ, રવીભાઇ જીણાભાઇ , જીતેન્દ્રકુમાર મહાદેવભાઇ, કોન્સ્ટેબલ વિજયભાઇ પરબતભાઇ, હિતેશભાઇ વશરામભાઇ , ખાલીદખાન રફીકખાન , સિધરાજસિંહ અનીરૂધ્ધસિંહ સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!