Monday, January 6, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ અપમૃત્યુના બનાવમાં ચારના આપઘાત અને એકનું અકસ્માતમાં મોત

મોરબી જિલ્લામાં અલગ અલગ અપમૃત્યુના બનાવમાં ચારના આપઘાત અને એકનું અકસ્માતમાં મોત

મોરબી : મોરબી જિલ્લામાં આપઘાતના બનાવમાં સતત વધારો થયો છે. મોરબી જિલ્લા અલગ અલગ કારણોસર નિરાશ થયેલા ચાર વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જ્યારે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયેલ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા ગીરીશભાઇ માવજીભાઇ પરમાર ઉ.વ.૩૫વાળો કોઈ કામધંધો કરતા ન હોવાની સાથે નશો કરવાની આદત હોય જેથી આ અદાતથી કંટાળી જઈ પોતાની જાતે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા (ઉ.વ.૬૫) વાળાએ કોઈ કારણોસર નવાપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા જીતેન્દ્રભાઇ વાલજીભાઇ સોલંકી ઉ.વ.૨૭વાળાને એક વર્ષ અગાઉ અકસ્માત થતા માથામાં ઇજા થવાથી ગમે ત્યારે માનસિક સંતુલન ગુમાવી પડી જતો હોવાની બીમારી થઈ જતા ગઈકાલે આ બીમારીથી કંટાળી લીલાપર રોડ ઉપર કાળીપાટ નજીક રહેતા તેમના બહેન જસીબેનને ઘેર જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા રમજાનભાઈ જાફરભાઈ ખોખર (ઉ.વ. ૨૭) વાળાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉપરાંત મોરબીના જોધપર ગામે રહેતો કૈલાશભાઇ વિનોદભાઇ ઉભડીયા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે કૈલાશભાઇ વિનોદભાઇ ઉભડીયા (રહે. જોધપર નદી ગામ) વાળાનું બાઈક કોમેન્ટ સિરામીકના જવાના ત્રણ રસ્તા પાસે સર્વીસ રોડ ઉપર સ્લીપ થઈ જતા ગટરમાં પડી તેનું મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!