Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વાડી-માલિક સહીત ચારને ઝડપી લેવામાં આવ્યા છે. પૉકિસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨૯,૫૦૦/- જપ્ત કરી પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની આંકડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ મહેબુબભાઇ ગગુભાઇ સમાની વાડીની ઓરડીમાં દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહેબુબભાઇ ગગુભાઇ સમા ઉવ.૬૧ રહે.કોટડાનાયાણી, સતાભાઇ કડવાભાઇ વરૂ ઉવ.૪૫ રહે.કોટડાનાયાણી, ભુપતભાઇ શીવાભાઇ ઓળકીયા ઉવ.૪૭ રહે.હાલ મીતાણા ડેમી-૧ ની બાજુમાં તા.ટંકારા મુળગામ ચોબારી-ધરમપુર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, યુસુફભાઇ તમાચીભાઇ ઠેબા ઉવ.૪૨ રહે. ચાંમુડા હોટલ પાછળ, તા.ટંકારા જી.મોરબીને રોકડા કુલ રૂ.૨૯,૫૦૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!