મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૩૮૪ બોટલ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપિયા ૬.૬૪ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને પકડી પડ્યા હતા. આ પ્રકરણમાં બનાસકાંઠા ના એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.
મોરબી એલસીબી પોલીસેના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટી પાસે રોડ ઉપર ઇનોવા કાર નં.GJ-06-EH-5969માં દારૂનો જથ્થો ખડકાયો હોય જે બાતમીનીએ પગલે પોલીસે દોડી જઇ તલાશી લેતા કારમાંથી વીદેશી દારૂ મેક્ડોવેલ્સ નં.૧ સુપ્રીરિયર વ્હીસ્કીની બોટલ નંગ -૩૮૪ કિ.રૂ.૧,૪૪,૦૦૦ તથા ૪ મોબાઈલ કિ.રૂ.૨૦,૦૦૦ અને ઇનોવા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ સહિત કુલ રૂ.૬,૬૪,૦૦૦ ના મુદામાલ સાથેદારૂનો જથ્થો આપનાર તથા લેનાર જમારામ જેઠારામ પ્રજાપતિ (ઉ.વ.૨૮ રહે.ડબોઇ, તા.ગુડામાલાણી જિ.બાડમેર રાજસ્થાન), ઠાકરારામ ભેરારામજી પ્રજાપતિ (ઉ.વ.૪૧ રહે.નોખડા ગામ, તા.ગુડામાલાણી) અને સાગરભાઇ કાંતિભાઇ પલણાલુ (ઉ.વ.૩૦ રહે.સેન્ટમેરી સ્કૂલ પાછળ, મોરબી) અને રવિભાઇ જિતેન્દ્રભાઇ પાલા (ઉ.વ.૨૬ રહે.નાનીવાવડી ગામ તા.જી.મોરબી)ને પોલીસે ઝડપી લીધા હતા. આ તમામની ઊંડી પૂછપરછ દરમિયાન અન્ય એક નરેશ મલાજી નાઇ (રહે.શેરપુરા તાડીસા જિ.બનાસકાંઠા)નું નામ ખુળતા પોલીસે પાંચેય ઇસમો વિરુદ્ધ મોરબી સીટી-એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ કમગીરી દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, તથા કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર , ભરતભાઇ જીલરીયા, સતિષભાઇ કાંજીયા સહિતના જોડયા હતા.