Friday, April 26, 2024
HomeGujaratમોરબી પંથકમાં લૂંટ અને ધાડના ગુન્હાના વિસ વર્ષથી ફરાર બે આરોપી પાટણના...

મોરબી પંથકમાં લૂંટ અને ધાડના ગુન્હાના વિસ વર્ષથી ફરાર બે આરોપી પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયા

મોરબી તાલુકામાં લૂંટ અને ધાડના અલગ અલગ પાંચ ગુન્હાને અંજામ આપ્યા બાદ નાશી છુટેલ અને છેલા વિસ વર્ષથી ફરાર બે આરોપીને પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં પકડી પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુન્હામા સંડોવાયેલ અને વિસ વર્ષથી ફરાર આરોપી તુનસીંગ ઉર્ફે તનુ સીંગ ઉર્ફે મનુ સુકીયાભાઇ સિંગોડીયા આદીવાશી (ઉ.વ.૪૨) અને આરોપી અબલસીંગ ઉર્ફે અબસીંગ ઉર્ફે જલુ સુકીયાભાઇ સિંગોડીયા (ઉ.વ.૩૯ રહે.બન્ને નેગડીયા ગામ તલય ફળીયા એમ.પી.) બન્ને પાટણ જીલ્લાના સિધ્ધપુર રેલ્વે સ્ટેશનથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્ય હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!