Thursday, July 16, 2026
HomeGujaratસરવડની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ માટે મફત પ્રવેશ પ્રક્રિયા શરૂ

સરવડની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ માટે મફત પ્રવેશ પ્રક્રિયા શરૂ

ધોરણ ૬થી ૧૨ સુધી વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે પ્રવેશ, ધોરણ ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતી દીકરીઓને પણ તક.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને છેવાડાના પરિવારોની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ‘સમગ્ર શિક્ષા મોરબી’ અંતર્ગત માળિયા(મી) તાલુકાના સરવડ ગામે કાર્યરત ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય’ (KGBV) માં શૈક્ષણિક વર્ષ માટે ધોરણ-૬ થી ૧૨ માં દીકરીઓના નામાંકન (પ્રવેશ)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નિવાસી શાળામાં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ ખાસ કરીને શાળા બહારની (Drop out) અથવા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવામાં અસમર્થ રહી હોય તેવી ૧૦ વર્ષથી વધુ ઉંમરની દીકરીઓ, અંતરિયાળ વિસ્તારની કન્યાઓ, નિયમિત શાળાએ ન જઈ શકતી હોય તેવી દીકરીઓ તેમજ SC, ST, OBC, લઘુમતી અને ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા પરિવારોની દીકરીઓને પ્રવેશમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ આકર્ષક શૈક્ષણિક તકનો લાભ લેવા અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય કંડારવા માટે ઈચ્છુક વાલીઓએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મુ. સરવડ, તા. માળિયા(મી), જી. મોરબી ખાતે રૂબરૂ મુલાકાત લેવી અથવા સંસ્થાના સત્તાવાર મોબાઈલ નંબર ૯૦૮૧૬ ૯૫૯૨૭ પર સંપર્ક સાધવો, તેમ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (સમગ્ર શિક્ષા મોરબી)ની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!