Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી...

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી શ્રમિકનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે આવેલ કુસો સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ઉમરાવભાઇ માનકેભાઇ આહીરવાદ (ઉ.વ ૪૭) નામના શ્રમિક તા.૨૪ ના રોજ આ કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે આ સીરામીક કારખાનાની ભઠ્ઠીની આગમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી, તાત્કાલિક તેઓને સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!