સરદાર પટેલ સોસાયટીના નવા બની રહેલા મકાનમાં પોલીસની રેઇડ: તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક સહિત સાત જુગારીઓની અટકાયત
મોરબીના રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સોને રૂ. ૭.૮૫ લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં આવેલા નવા બની રહેલા જયદીપભાઈ ઉર્ફે લાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા જયદીપભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ બકુત્રા ઉવ.૪૨ રહે. સરદાર પટેલ સોસાયટી રવાપર ગામ મોરબી, સંદીપભાઈ જગદીશભાઈ શેરશિયા ઉવ.૩૫ રહે. રવાપર મેઈન શેરી મોરબી, આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર ઉવ.૩૫ રહે. ચિત્રકૂટ સોસાયટી રવાપર મોરબી, ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા ઉવ.૩૦ રહે. ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમ-૫૮/૩૨૭ શનાળા રોડ મોરબી, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા ઉવ.૪૫ રહે. શ્રદ્ધા પાર્ક ગાયત્રીનગર પાછળ વાવડી રોડ મોરબી મૂળ વતન નાની બરાર ગામ તા.માળીયા(મી), કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા ઉવ.૨૮ રહે. સરદાર સોસાયટી શેરી નં. ૩ રવાપર ગામ મોરબી અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયા ઉવ.૩૪ રહે. સરદાર પટેલ સોસાયટી રવાપર મોરબી વાળાને રોકડા રૂ.૭,૮૫,૦૦૦/- સાથે ઝડપી લઈ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






