મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીનાં સામાકાંઠે સર્કિટહાઉસ પાછળ આશાપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી અમરબેન હરિભાઈ બાલાસરા, હંસાબા દાનુભા ઝાલા, ધર્મિષ્ઠાબા દિલીપસિંહ ઝાલા, અંકિતાબેન કિશનભાઈ શર્મા, ઉમાબા કિરીટસિંહ ઝાલા અને પ્રફૂલાબા પ્રદ્યુમનસિહ ચુડાસમા એમ કુલ ૬ મહિલાઓને રોકડા રૂ.૨૬૩૦/- સાથે ઝડપી પાડી હતી તો બીજા બનાવમાં માળીયા-વનાળીયા સોસાયટીમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં શંકરભાઈ ઉર્ફે અમૃતભાઈ લાલજીભાઈ બાંભણવા, કરણભાઈ ખેંગારભાઈ મકવાણા, ચિરાગભાઈ અમૃતલાલ સાગઠીયા, અફજલભાઈ અકબરભાઈ સમા, સાહીલભાઈ ઉમેશભાઇ પંચાસરા, કેવલભાઈ નટુભાઈ રાબડીયા અને પ્રભાતભાઈ રામજીભાઈ મકવાણા એમ કુલ ૭ શખ્સોને રોકડા રૂ. ૨૭૮૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.