Thursday, January 2, 2025
HomeGujaratમાળીયા (મી.) : વર્ષામેડી ગામે થયેલી હત્યાનાં બનાવનો આરોપી ઝડ્યાયો

માળીયા (મી.) : વર્ષામેડી ગામે થયેલી હત્યાનાં બનાવનો આરોપી ઝડ્યાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કરીયાદી ભાનુબેન ભરતભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦,રહે.હાલ મોટા દહીસરા, વિવેકાનંદનગર, બરકતભાઇ ખોજાના મકાનમાં ભાડેથી તા. માળીયા(મી)જી.મોરબી) વાળાના મરણજનાર પતિ ભરતભાઇ ગંગારામભાઇ વાઘેલા (ઉ.વ.૫૧ રહે.મોટા દહીસરા) વાળાના દીકરા હરેશભાઇએ દોઢેક માસ પહેલા આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઇ માલીયા (રહે.વર્ષામેડી તા.માળીયા(મી) જી.મોરબી) વાળાની બહેન જીજ્ઞાસા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી ફરીયાદી તથા તેના પતિ મોટરસાયકલ લઇને વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા તે વખતે આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી અને ફરિયાદીનાં પતિ ભરતભાઈ વાઘેલાને ડાબા પડખામા બગલ નીચે પાસળીના ભાગે તથા ડાબી બાજુ પીઠના ભાગે છરીના એક-એક જીવલેણ ધા મારી હત્યા કરી નાસી ગયો હતો. બનાવની ફરિયાદનાં આધારે માળીયા પોલીલે ગુનો નોંધી આરોપીને પકડી પીડવા તજવીજ હાથ ધરી હતી. માળીયા(મી.) પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હોય દરમ્યાન આજરોજ આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઇ માલીયા (રહે.વર્ષામેડી તા-માળીયા(મી) જી.મોરબી) વાળાને વર્ષામેડી ગામની સીમમાંથી જંગલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવની આગળની તપાસ માળીયા(મી) પોલીસ સ્ટેશન પીએસઆઈ એન.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!