Saturday, December 28, 2024
HomeGujaratમાળીયા(મી.) : આડા સંબંધમાં પતિની નજર સામે પ્રેમીએ પરિણીતાની હત્યા નિપજાવી

માળીયા(મી.) : આડા સંબંધમાં પતિની નજર સામે પ્રેમીએ પરિણીતાની હત્યા નિપજાવી

મુળ છોટાઉદેપુરનાં વતની અને હાલ માળીયા તાલુકાના ખાખરેચી ગામે જીતુભા અમરસંગ જાડેજાની વાડીમાં રહી મજુરી કામ કરતા રણજીતભાઇ બામેટીયાભાઇ વસાવાએ આરોપીઓ ભુપતભાઇ સવાભાઇ ઠાકોર અને બીજલભાઈ સવાભાઈ ઠાકોર રહે. બંને ઝીઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર હાલ રહે.હાસલપુર ચોકડી, વિરમગામ વાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની પત્ની શારદાબેનને આરોપી ભુપતભાઇ સાથે આડા સંબંધ હોય ગત તા.૧૩ના રોજ પોતાના ભાઈ આરોપી બીજલભાઈ સાથે ફરિયાદીની વાડીએ આવ્યો હતો અને શારદાબેનને પોતાની સાથે આવવા કહેતા શારદાબેનને સાથે જવાની પાડતા આરોપી ભૂપતભાઈએ ગાળો આપી શારદાબેનને લોખંડની કોશ વડે માર મારી માથામાં, ડાબા હાથમાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેણીનું મોત નીપજાવ્યું હતું. જ્યારે ફરિયાદી રણજીતભાઇ વચ્ચે પડી બચાવવા જતાં આરોપી બીજલભાઇએ તેમને પકડી રાખી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. માળીયા(મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યાવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!