બનાવની માળીયા(મી.) પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.) તાલુકાનાં વિરવિદરકા ગામે રહેતા ફારૂકભાઈ ઉમરભાઈ કટીયા(ઉ.વ.૨૧) નામનાં યુવાને ગત તા. ૨૩નાં રોજ સવારે દશેક વાગ્યે ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવાન કોઈ છોકરીનાં એકતરફી પ્રેમમાં હોય જે બાબતનું લાગી આવતાં તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









