Tuesday, November 19, 2024
HomeGujaratલ્યો બોલો ! મોરબી રામઘાટ નજીક કાર 50 ફૂટ નીચે ખાબકી !...

લ્યો બોલો ! મોરબી રામઘાટ નજીક કાર 50 ફૂટ નીચે ખાબકી ! તટસ્થ કારણ હજુ અકબંધ, જુઓ વિડીયો

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ગત રાત્રીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં બેફામ સ્પીડે દોડતી કાર પુલ ઉપરથી નીચે ખાબકી હતી આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રામઘાટ નજીક આવેલ પમપિંગ સ્ટેશન પાસે ગત રાત્રીના સમયગાળા દરમિયાન કાર પુલની પારી તોડી નીચે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર 50 ફૂટ નીચે ખાબકી હતી. જેમાં કાર સવાર ચિરાગ સાણજા નામના યુવાન નો સામાન્ય ઈજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ સિવિલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની હાલ પોલીસ ચોપડે કોઈ નોંધ કરવામાં નથી આવી ત્યારે આવો વિચિત્ર અકસ્માત કઈ રીતે બન્યો એ પણ મોટો પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વીમો પકાવવા માટે આવા અનેક ખોટા અકસ્માત સર્જી વિમાની રકમ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આ ઘટનામાં તથ્ય શુ છે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!