Sunday, January 12, 2025
HomeGujaratઘર કા ભેદી લંકા ઢાએ:વાંકાનેરની જીનિંગ મિલનો ડ્રાઇવર રોકડ સહિત કુલ રૂ.૧૪.૧૫...

ઘર કા ભેદી લંકા ઢાએ:વાંકાનેરની જીનિંગ મિલનો ડ્રાઇવર રોકડ સહિત કુલ રૂ.૧૪.૧૫ લાખની ચોરી કરી રફફૂચકકર

“ઘર કા ભેદી લંકા ઢાએ” કહેવતને યથાર્થ ઠેરવતી એક ઘટના વાંકાનેરમાં સામે આવી છે. જેમાં ડ્રાઇવર જ ઓફીસમાંથી રોકડ સહિત કુલ રૂ.૧૪.૫૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ શ્રી ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરીની ઓફીસમા ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સત્યજીત દાનાભાઇ કરપડા (મુળ રહે. ૧ ,દીપગંગા એપાર્ટમેન્ટ ટીંબાવાડી જુનાગઢના હાલ રહે. રાજકોટ કણકોટ પાટીયા પાસે રૂડા-૩) વાળા શખ્સે ફરીયાદી અને જીનિંગ મિલ ના માલિક નિલેષભાઇ જયચંદ્રભાઇ મેઘાણીની જાણ બહાર ફરીયાદીની ઓફીસમા રાખેલ રોકડ રૂ.૧૪,૦૦,૦૦૦/- તથા GJ-03-FG-7031 એકસેસ મોટરસાયકલ મળી કુલ રૂ.૧૪,૧૫,૦૦૦/-ની ચોરી કરી સત્યજીત દાનાભાઇ કરપડા નામનો શખ્સ ફરાર થઈ જતા તેના વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!